સુરતના ઉમરપાડામાંથી ઝડપાયો લાખોનો વિદેશી દારૂ
આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના હદ વિસ્તારમાંથી કુલ કિંમત ૬,૦૯,૪૪૦ નો વિદેશી દારૂ એલ.સી.બી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી ની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક કાળા કલરની હોનડા ફોરવીલ કાર નં.MH-01-AH-1680 ફોરવીલ કારમા વિદેશી દારૂનો જથ્થો ભરી કેવડી થી સાદડાપાણીગામ થઇ કારચાલક વેલાવી ગામ તરફ જનાર છે જે બાબતને ધ્યાનમાં રાખી ચોક્કસ વોચ ગોઠવી હતી એ સમયે એક કાળા કલરની હોન્ડા કાર નજરે ચડતા ટોર્ચ અને લાકડી ના ઇશારે તેની ફોરવીલ કાર ઉભી રાખવા જણાવતા કાર થોડે આગળ લઈ જઈ ઉભી રાખી કારચાલક કારમુકી ફરાર થઈ ગયો હતો કારની તપાસ કરતા પોલીસને કારમાંથી ભારતીય બનાવટ ની વિદેશી દારૂ તથા બીયર ટીન કુલ્લે નંગ -૮૬૪ જેની કુલ કિંમત ૨,૫૯,૪૪૦ રૂપિયા તથા હોન્ડા કંપનીની ફોરવીલ CR-V કાર કિંમત રૂપિયા ૩,૫૦,૦૦૦ મળી કુલ રકમ ૬,૦૯,૪૪૦ મુદ્દામલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…