સુરતમાં શેર માર્કેટમાં રોકાણ કરવાની લાલચ આપી ઠગાઈ
બે ગુનામાં 19 લાખથી વધુની ઠગાઈ આચરવાના ગુનામાં સંડોવણી
પુણાગામ ખાતે રહેતા હિરેન વિનોદ સોજીત્રાને ઝડપી પાડ્યો
સુરતમાં શેર માર્કેટમાં રોકાણ કરવાની લાલચ આપી અલગ અલગ બે ગુનામાં 19 લાખથી વધુની ઠગાઈ આચરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર કરનરાજ વાઘેલા તથા નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈન દ્વારા અપાયેલા સુચનાને લઈ સાયબર ક્રાઈમની ટીમ સાયબર ગુનાઓ આચરતી ટોળકીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે શેર માર્કેટમાં રોકાણ કરવાની લાલચ આપી અલગ અલગ બે ગુનામાં 19 લાખ 87 હજારની ઠગાઈ આચરવાના ગુનામાં સંડોવાયેલા મુળ રાજકોટનો અને હાલ પુણાગામ ખાતે રહેતા હિરેન વિનોદ સોજીત્રાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
