પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબાની ઉપસ્થિતિમાં યોજાયું પ્રદર્શની
જિલ્લા ભાજપ અધ્યક્ષ ભીખાજી ઠાકોર રહ્યા ઉપસ્થિત
તમામ તાલુકા મંડળના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર
અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રીકમલમ ખાતે સંગઠનની કામગીરીનું વિશેષ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા ભાજપ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી સંગઠન પ્રવૃત્તિઓની ફોટો ગેલેરી તૈયાર કરવામાં આવી હતી. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ નવનિયુક્ત તાલુકા મંડળ કારોબારીને સંગઠનની કામગીરીથી વાકેફ કરવાનો હતો.કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ ભીખાજી ઠાકોર અને પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પટેલ સહિત તમામ તાલુકા મંડળ પ્રમુખો હાજર રહ્યા હતા. નવા નિમાયેલા હોદ્દેદારો માટે આ પ્રદર્શની એક શીખવાનો અવસર બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા તાજેતરમાં જ દરેક જિલ્લાના અધ્યક્ષની વરણી બાદ તાલુકા મંડળ કારોબારીની રચના કરવામાં આવી છે. આ નવી કારોબારીને સંગઠનની કામગીરીનો પરિચય કરાવવા માટે રાજ્યભરના જિલ્લા ભાજપ કાર્યાલયોમાં આવા પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે.