સુરતની ભેસ્તાન પોલીસે દેશી હાથ બનાવટનો તમંચો ઝડપ્યો
વોન્ટેડ આરોપીને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો
આમીર અમજદ શરીફને ઝડપી પાડ્યો
સુરતની ભેસ્તાન પોલીસે એનડીપીએસમાં વોન્ટેડ આરોપીને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝનની સુચનાને લઈ પીઆઈ એએન ગાબાણીની ટીમ પીએસઆઈ એચબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મહેશ તથા અપોકો ઈન્દ્રજીતસિંહને મળેલી બાતમીના આધારે ભેસ્તાન પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં છ મહિનાથી વોન્ટેડ આરોપી એવા આમીર અમજદ શરીફને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડતી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો મળતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
