સુરત પોલીસે યુવકની શાન ઠેકાણે લાવી.
માફી તો નહીં જ માગું બોલતા યુવકે માગી માફી.
કાપોદ્રા બ્રિજ પર યુવક-યુવતીએ બનાવી હતી રીલ.
સોશીયલ મીડિયામાં રિલ બનાવવા માટે બ્રિજ પર કપડાનું પ્રમોશન કર્યા બાદ બીજો વિડીયો બનાવી મોરે મોરેની વાત કરનાર સામે પોલીસે કાર્યવાહી કરતા માફી માંગી હતી.
સોશિયલ મીડિયામાં કપડાંની દુકાનના પ્રમોશન માટે પોલીસને પકડકાર ફેકનારની પોલીસે અટકાયત કરી હતી. વાયરલવિડીયોમાં યુવક યુવતીએ કાપોદ્રા બ્રિજ પર રોડ રોકી રીલ બનાવી હતી અને ત્યારબાદ બીજી રીલ બનાવી કહ્યું માફી તો નહિ માંગુ આવી જાવ મોરે મોરો જેને લઈ સોશ્યલ મીડિયામાં ભારે આલોચના કરાઈ હતી. જેથી પોલીસે ત્વરિત તપાસ હાથ દરી હતી. અને કાપોદ્રા બ્રિજ પર કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં રીલ બનાવનાર કલેજા ફેશન નામની દકાનના સંચાલક દર્શન સાબલપુરને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવતા માફી માંગતો નજરે પડ્યો હતો.
