સુરતમાં હિરાના કારખાનામાં આગ લાગી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં હિરાના કારખાનામાં આગ લાગી
વેડરોડ પંડોળ ખાતે એક બિલ્ડીંગના બીજા માળે બની ઘટના
10 થી 12 વ્યક્તિઓને સહિસલામત ઉતારી લેવાયા

સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે વેડરોડ પંડોળ ખાતે એક બિલ્ડીંગના બીજા માળે હિરાના કારખાનામાં આગ લાગી હતી. તો બિલ્ડીંગના ટેરેસ પરથી 10 થી 12 વ્યક્તિઓને સહિસલામત ઉતારી લેવાયા હતાં.

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વેડરોડ-પંડોળ કેવિન બિલ્ડીંગના બીજા માળે ફ્લેટ નંબર 202માં રાધા કૃષ્ણ જેમ્સ હીરાના કારખાનામાં આગ લાગી ગઈ હતી. હીરા ગરમ કરવા ઓવન રાખ્યું હતું. તેમાંથી આગ લાગી ગઈ હતી. કોઈ નુકસાન કે જાન હાનિ થઈ નહોતી. જો કે, 5 વ્યક્તિ ત્રીજા માળે ફસાયેલા હતા. જેઓને રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર ઉતારવામાં આવ્યાં હતાં. તો 10 થી 12 વ્યક્તિઓ ને કેવિન બિલ્ડીંગના 5 માળેથી કેશવ દ્રષ્ટિ બિલ્ડીંગની તેરેસ ઉપર ઉતારી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરી મુગલીસરાય ફાયર ટીમ, કતારગામ ફાયર ટીમ અને ડભોલી ફાયર ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *