માંડવી રિવરફ્રન્ટ ખાતે સ્વદેશી મેળાનો પ્રારંભ
સાંસદ પ્રભુ વસાવાની ઉપસ્થિતિમાં ખુલો મુકાયો
માંડવી રિવરફ્રન્ટ ખાતે માંડવી નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનો પ્રારંભ, સાંસદ પ્રભુ વસાવાની ઉપસ્થિતિમાં ખુલો મુકાયો
માંડવી નગરપાલિકા દ્વારા સરકારના પરિપત્રિત સૂચના મુજબ તા. ૨૦-૦૨-૨૦૨૬ ને શુક્રવાર ના રોજ સૂર્યપુત્રી તાપીનદી તટે રિવરફ્રન્ટ ઉપર સ્વદેશી મેળો ‘શોપિંગ ફેસ્ટિવલ’નો ભવ્ય શુભારંભ બારડોલી લોકસભા સાંસદ સભ્ય પરભુ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ સ્વદેશી મેળામાં ૩૦ સ્ટોલની વ્યવસ્થા ધરાવતા આ સ્વદેશી મેળો કે જે 7 દિવસ માટે આયોજન કરેલ છે. ‘લોકલ ફોર વોંકલ’ની વિભાવનાને ઉજાગર કરવા માટે, સ્વદેશી ચીજવસ્તુ જેમકે ખાદય પદાર્થ, વાનગી, ઓર્ગેનિક શાકભાજી, સાબુ, ખાતર, બાંબુની ચીજવાસ્તુઓ, આયુર્વેદિક ઔષધીની ખરીદીનો લાહવો માંડવી નગરના નાગરીકો તેમજ નગરમાં બહારથી પધારતા નાગરિકો દ્વારા લેવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ નિમેશ શાહ દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું, સાંસદ પરભુ વસાવા દ્વારા પ્રસંગ સબંધી ઉદ્બોધન અને માર્ગદર્શન આપવામાં આવ્યું, નગરપાલિકાના ચીફ ઑફિસર પૂર્વીબેન પટેલ દ્વારા તમામ મહાનુભાવો અને નાગરીકો અને કર્મચારી ગણનો આભાર વ્યક્ત કરી સ્વદેશી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો..
