સુરતના કલાકુંજ મંદિરની ખાડી પર નિર્માણાધીન બ્રિજનું નિરીક્ષણ

Featured Video Play Icon
Spread the love

સુરતના કલાકુંજ મંદિરની ખાડી પર નિર્માણાધીન બ્રિજનું નિરીક્ષણ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કામગીરીની સમીક્ષા કરી
યોગીચોક, પુણા અને મોટા વરાછાના નાગરિકોને મળશે રાહત
દિવાળી પહેલાં બ્રિજનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

સુરતના યોગીચોક, પુણા અને મોટા વરાછા વિસ્તારના નાગરિકો માટે કલાકુંજ મંદિરની ખાડી પર નિર્માણાધીન બ્રિજનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નિરીક્ષણ કર્યું હતું. દિવાળી પહેલાં બ્રિજનું બાકી કામ પૂર્ણ કરીને તેને નાગરિકો માટે ખુલ્લો મૂકવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વધુ એક મહત્ત્વપૂર્ણ બ્રિજનું કામ ચાલી રહ્યું છે. કલાકુંજ મંદિરની ખાડી પર નિર્માણાધીન આ બ્રિજનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે બ્રિજના બાકી રહેલા કામની સમીક્ષા કરી હતી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. દિવાળી પહેલાં બ્રિજનું કામ પૂર્ણ કરીને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નવો બ્રિજ શરૂ થતાં યોગીચોક, પુણા અને મોટા વરાછા વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે. સાથે જ ડૉ. કનુભાઈ માવાણી બ્રિજ સાથે જોડાણ થવાથી લક્ષ્મણનગર અને મહાવીર ચોક રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટવાની આશા છે. બ્રિજ શરૂ થયા બાદ વાહનચાલકોનો સમય બચશે અને રોજિંદી અવરજવર વધુ સરળ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *