બાઈક સવારને પાછળથી ટક્કર મારી ટ્રક ચાલક ફરાર

Featured Video Play Icon
Spread the love

બાઈક સવારને પાછળથી ટક્કર મારી ટ્રક ચાલક ફરાર
અકસ્માતમાં બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ઉત્રાણ પોલીસે 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા
સીસીટીવીની મદદથી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડ્યો

સુરતના વેલેંજા-ગોથાણ બ્રિજ પરથી પસાર થતા બાઈક સવારને પાછળથી ટક્કર મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી ટ્રક સાથે ફરાર થયેલા આરોપીને ઉત્રાણ પોલીસે 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક  કરી ઝડપી પાડ્યો હતો.

ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હિટ એન્ડ રનના ગુનાની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી હોય તેમ ગત 16 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 6 વાગ્યે વેલેંજા-ગોથાણ બ્રિજ પરથી બાઈક સવાર કૈલાશ જય બિસોઈ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક હંકારી બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ ટ્રકનું આગળનું ટાયર બાઈક સવારના શરીર પરથી ફરી વળ્યું હતું. અકસ્માતમાં કૈલાશ બિસોઈને પગ, હાથ, ખભા, પેટ અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તો અકસ્મતના આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા ઉત્રાણ પોલીસે તપાસ શરૂ કરી હતી અને અલગઅલગ ટીમો બનાવી વેલેંજા-ગોથાણ બ્રિજ અને આસપાસના વિસ્તારમાં આવેલા 200થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. સતત તપાસ બાદ પોલીસે અકસ્માત કરનાર ટ્રક ચાલક કૈલાશસિંગ ઉર્ફે રમેશકુમાર રામઅવતારસિંગની ઓળખ કરી તેને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *