સુરતીઓમાં નવરાત્રીનો ઉત્સાહ છવાયો
The Global Garba Village (TGGV) દ્વારા ખાસ આયોજન
ગરબાના તાલે ઝૂમવા સુરતીઓ તૈયાર
નવરાત્રીને ખાસ અને યાદગાર બનાવવાની તૈયારીઓ તેજ
સુરત એટલે ઉત્સવપ્રેમી શહેર અને વાત જ્યારે નવરાત્રીની આવે, ત્યારે ગરબાના તાલે ઝૂમવા માટે સુરતીઓ હંમેશા તૈયાર રહે છે.આ વર્ષે સુરતમાં The Global Garba Village – TGGV દ્વારા નવરાત્રીને ખાસ અને યાદગાર બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
TGGVમાં ગરબા પ્રેમીઓ માટે સંગીત, મોજ અને ગુજરાતી સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. સાથે જ જાણીતા કલાકારોની ધમાકેદાર પરફોર્મન્સ પણ આ નવરાત્રીના માહોલમાં ચાર ચાંદ લગાવશે. કલાકારો સાથેની ખાસ વાતચીતમાં TGGVથી લઈને સુરતની ગરબા લવર્સ ઓડિયન્સ સુધી અનેક મુદ્દે ચર્ચા થઈ. કલાકારોએ જણાવ્યું કે સુરતની ઓડિયન્સનો ગરબા પ્રત્યેનો જુસ્સો અન્ય શહેરોની સરખામણીએ કંઈક અલગ જ છે. અહીં પરફોર્મન્સ દરમિયાન મળતો દર્શકોનો ઉત્સાહ કલાકારો માટે પણ ખાસ અનુભવ બની રહે છે. આ ઉપરાંત કલાકારોએ Traditional Garba અને Modern Fusion અંગે પણ પોતાની પસંદગી વ્યક્ત કરી. આજની Gen-Z જે રીતે ગરબાને નવી સ્ટાઈલ અને એનર્જી સાથે ઉજવી રહી છે, તેને લઈને પણ કલાકારોએ ઉત્સાહ વ્યક્ત કર્યો. ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને ગ્લોબલ લેવલ સુધી પહોંચાડવા માટે નવા સંગીત અને ક્રિએટિવ ફ્યુઝન પર પણ ભાર મૂક્યો. લાઈવ પરફોર્મન્સ દરમિયાન હજારો લોકોનો ઉત્સાહ કલાકારો માટે સૌથી મોટી પ્રેરણા હોવાનું પણ તેમણે જણાવ્યું.
