સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં હનુમાન જયંતિ ઉજવણી
સુદામા ચોક ખાતે સતાણી ગોલ્ડ દ્વારા પાવન પ્રસંગે અનોખી સેવા
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુદામા ચોક ખાતે સતાણી ગોલ્ડ દ્વારા હનુમાન જયંતિના પાવન પ્રસંગે અનોખી સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
સતાણી ગોલ્ડ દ્વારા છેલ્લા બે વર્ષથી સતત ચાલી રહેલી આ પહેલ હેઠળ આ વર્ષે પણ આશરે 1000 જેટલી હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયોજનના મુખ્ય હેતુ અંગે ડૉ વિજયભાઈ સતાણી જણાવ્યું હતું કે લોકો રોજિંદા જીવનમાં હનુમાન ચાલીસાનું પાઠ કરે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે,તે માટે આ સેવા કાર્ય કરવામાં આવે છે. હનુમાન જયંતિના પવિત્ર અવસરે દર વર્ષે આ પ્રકારની ધાર્મિક પુસ્તિકાઓનું વિતરણ કરીને સમાજમાં આધ્યાત્મિકતા અને સદાચારનો સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં સ્થાનિક લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ સેવા કાર્યને વખાણ્યું હતું.
