અમરેલી જિલ્લામાં અધિકારીઓ દ્વારા પ્રતિજ્ઞા સાથે શપથ લીધા
7 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી ઉજવાશે વિકાસ સપ્તાહ દિવસ
કલેક્ટરએ વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે પ્રેસ કોન્ફરન્સ યોજી
અમરેલી: જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ અને કર્મયોગીઓ સહભાગી થયા હતા.
રાજ્ય સરકાર દ્વારા 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જેના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ વિકાસગાથાની ઉજવણી થઈ રહી છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે વિકાસ સપ્તાહ અંગે માહિતી આપતા જણાવ્યું કે, 7 ઓક્ટોબરે યુવા સશક્તિકરણ દિવસ, 8 ઓક્ટોબરે રોજગાર મેળો અને 9 ઓક્ટોબરે પોષણ દિવસની ઉજવણી થશે. 9-10 ઓક્ટોબર દરમિયાન ઉદ્યોગ સાહસિકતા દિવસ, 11 ઓક્ટોબરે પંચાયત વિભાગનો કાર્યક્રમ અને 12-13 ઓક્ટોબરે શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમો યોજાશે. 14 ઓક્ટોબરે રવિ કૃષિ મહોત્સવ અને 15 ઓક્ટોબરે વિવિધ લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમોનું આયોજન છે. આ ઉપરાંત, શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ કોનક્લેવ, હેકેથોન, નિબંધ સ્પર્ધા, ક્વિઝ, વેબિનાર વર્કશોપ અને રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન જેવા કાર્યક્રમો પણ યોજાશે. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે નાગરિકોને વિકાસ સપ્તાહની ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. નિવાસી અધિક કલેક્ટરે શપથના પ્રારંભે વિકાસ સપ્તાહના આયોજન અંગે માહિતી આપી હતી. જિલ્લા સેવા સદન ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મયોગીઓએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધા બાદ ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.
