લિજ્જત પાપડમાં કામ કરનાર બહેનોની હડતાળ

Featured Video Play Icon
Spread the love

લિજ્જત પાપડમાં કામ કરનાર બહેનોની હડતાળ
લિજ્જત પાપડ વાલોડમાં વેતન, બોનસના આક્ષેપો સાથે મહિલાઓની હડતાળ
ધડાકો-બોનસ કપાત સામે ઉગ્ર મોરચો માંડ્યો”

આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા અને કરોડોનું વાર્ષિક ટર્નઓવર કરતા મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડની વાલોડ શાખામાં છેલ્લા બે દિવસથી પાપડ વણતી મહિલાઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓ અને શોષણના આક્ષેપો સાથે હડતાળ શરૂ કરી છે.

મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ વાલોડ મા પોતાના હક અધિકાર માટે સહમાલીકો / પાપડ વણતી સ્વનિર્ભર મહિલાઓ દ્વારા વિવિધ પ્રશ્ર્નો પર લડત શરૂ કરી બે દિવસ થી હડતાલ શરૂ કરી છે. અને તેઓ તેમના પ્રશ્ર્નો નિકાલ નહિ અને માંગો પુરી નહિ થાય ત્યાં સુધી પોતાની લડત ચાલુ રાખવા અને હડતાલ પર રેહવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે ની જાણ અમને થતા આમ આદમી પાર્ટી ના પ્રતિનિધો પણ સ્થળ પર જઈ એમની માંગો ની જાણકારી મેળવી હતી. અને એમના માંગ પત્ર નો અભ્યાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વાલોડ ને આંતર રાષ્ટ્રીય પટલ પર મુકનાર અને વિશ્વ ની આગળ પડતી ગણાતી બ્રાન્ડ લિજ્જત પાપડ 2000 કરોડ થી પણ વધારે નું વાર્ષિક ટર્ન ઓવર કરી રહેલ છે. પણ તેના વાલોડ ના યુનિટ પર પાપડ વણતી મહિલાઓ પોતાના વેતન, બોનસ અને નીતિ નિયમો થી વ્યથિત નારાઝ અને દુખી છે. અને થઇ રહેલા સંચાલન મા પારદર્શિતા ના હોવા નો ગંભીર આરોપ કરેલ છે અને હવે તેઓ આ અંગે લડી લેવાના મૂડ મા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *