દાહોદમાં વાલ્મિકી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી
જુનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ
વોર્ડ નંબર 5 ના કાઉન્સલરો ઉપસ્થિત રહ્યા
દાહોદ નગરપાલિકાઓ ઉપ-પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા
વાલ્મિકી સમાજના આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા
વાલ્મિકી સેવા સંસ્થાન દ્વારા આજરોજ વાલ્મિકી જન્મ જયંતી નિમિત્તે જુનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
વાલ્મિકી સેવા સંસ્થાન પરિવાર તેમજ સમસ્ત વાલ્મિકી સમાજના સંયુક્ત ઉપક્રમે દાહોદ ના આંગણે મહર્ષિ વાલ્મિકી જયંતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વાલ્મીકિ સમાજના લોકો દ્વારા સમાજમાં સારું કામ કરેલ એવા વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ શહેરના વિરાટ ધર્મસભા અને વ્યસનમુક્તિ અભિયાન વાલ્મિકી સેવા સંસ્થાન દ્વારા સમાજના વડીલો શહીદ સંતો મહંતોનો સેવા સત્કાર સમારંભ ભંડારો સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય ધર્મસભા વાલ્મિકી સેવા સંસ્થાન દ્વારા કરવામાં આવી અને અંતમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનિયર રેલવે ઇન્સ્ટિટયૂટ હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વાલ્મિકી સમાજના અગ્રણીઓ તેમજ જ્ઞાતિ શ્રેષ્ઠિઓ અને વોર્ડ નંબર પાંચ ના કાઉન્સિલર સહિત દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન તેમજ ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વાલ્મિકી સેવા સંસ્થાન ના હોદ્દેદારો અને યુવાઓએ ભારે જહમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ સેવા સંસ્થાન અને વાલ્મિકી જયંતિ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી હત
