સુરતમાં ફ્રેન્ડ ઓફ પોલીસ (એફઓપી) મિત્રોના સન્માનમાં વિશેષ કાર્યક્રમ યોજાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફ્રેન્ડ ઓફ પોલીસ (એફઓપી) મિત્રોના સન્માનમાં વિશેષ કાર્યક્રમ યોજાયો
ગણેશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને કર્યો હતો સહયોગ
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન

સુરતમાં ગણેશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં પોલીસને સહયોગ આપનાર એફઓપી એટલે કે ફ્રેન્ડ ઓફ પોલીસ મિત્રોના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન સેક્ટર-1 વિસ્તારનાં પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવ્યું હતું.

સુરત શહેરમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એફઓપી એટલે કે ફ્રેન્ડ ઓફ પોલીસ મિત્રોએ પોલીસને સહયોગ આપ્યો હતો. આ સહયોગની કદરરૂપે સેક્ટર-1 વિસ્તારનાં પોલીસ સ્ટેશનો દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગણેશોત્સવ દરમિયાન વ્યવસ્થા જાળવવામાં સહભાગી બનેલા એફઓપી એટલે કે ફ્રેન્ડ ઓફ પોલીસ મિત્રોને અભિવાદન કરવામાં આવ્યું હતું. પોલીસ અને નાગરિકો વચ્ચેના સંકલન તથા સહકારને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં સહયોગની ભાવનાને બિરદાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *