ખટોદરા પોલીસે વાહન ચોરીના ગુનામાં બાળ કિશોરને ઝડપી પાડી ચાર વાહનો કબ્જે કર્યા

Featured Video Play Icon
Spread the love

ખટોદરા પોલીસે વાહન ચોરીના ગુનામાં બાળ કિશોરને ઝડપી પાડી ચાર વાહનો કબ્જે કર્યા
સુરતમાં ચોરાયેલ ત્રણ બાઈક અને એક રીક્ષા સાથે કિશોર ઝડપાયો
ખટોદરા પોલીસે વાહન ચોરીના ગુનામાં બાળ કિશોચોરને ઝડપી પાડ્યો

સુરતની ખટોદરા પોલીસે ચોરીની ત્રણ મોટર સાઈકલ અને એક રીક્ષા મળી ચાર વાહનો સાથે બાળ કિશોરને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા વાહન ચોરીના ગુનાઓ ઉકેલી કાઢવા આપેલી સુચનાને લઈ ખટોદરા પી.આઈ. બી.આર. રબારીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.પો.કો. દિવ્યરાજસિંહ અને કરણને મળેલી બાતમીના આધારે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ઝડપી પાડી તેની પાસેથી ખટોદરા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલ ત્રણ મોટર સાઈકલ તથા ગોડાદરા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલ રીક્ષા મળી ચાર વાહનો કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *