રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ
જ્યુશમાં દવા ભેળવી બેભાન કરી દુષ્કર્મ આચર્યાનો આરોપ
સગીરાની બહેને પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
રીબડાના અમિત ખૂંટે દુષ્કર્મ આચર્યાનો લગાવ્યો આરોપ
રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા પર રીબડા ગામના યુવાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ બનાવ અંગે તપાસ શરૂ કરી છે
રાજકોટમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા છેલ્લા બે મહિનાથી રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી. આ સમય દરમિયાન તેણે રીબડા ગામના અમીત દામજી ખુંટ નામના પટેલ યુવાન સાથે સપ્તાહ પહેલા જ પરીચય થયો હતો. અને બન્ને અવાર-નવાર મળતા હતા. દરમિયાન શુક્રવારે મોડી સાંજ બાદ અમીત ખુંટ સગીરાને લઇને યાજ્ઞીક રોડ પર આવેલી જ્યુસની દુકાને ગયો હતો. જ્યાં બન્ને સાથે જ્યુસ પીધું હતું. ત્યારબાદ સગીરા બેભાન થઇ ગઇ હતી. અને જ્યારે તે ભાનમાં આવી ત્યારે ગોંડલ રોડ ચોકડીએ અવાવરુ સ્થળે હતી. ભાનમાં આવ્યા બાદ સગીરાએ તેના મોટા બહેનને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા અને તમામ વિગતથી વાકેફ કર્યા હતા.સગીરાએ ઉપરોક્ત વિગતો પોલીસ સમક્ષ વર્ણવી હતી. આથી તપાસ શરૂ કરાઇ છે.
વીઓ : પોલીસે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, હાલ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. અને ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો ચકાસાઇ રહી છે. સગીરા રાજકોટમાં રહીને અભ્યાસ કરતી હતી. તેમના પરિવારના સભ્યો સુરત રહેતા હોવાનું પણ પોલીસ સમક્ષ કબુલ્યું હતું. જેના પર દુષ્કર્મ થયું તે સગીરાએ તેની એક ફ્રેન્ડને પણ આ ઘટનાથી વાકેફ કરી હોવાનું પોલીસ જણાવી રહી છે. હાલ સગીરાને જનાના હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. જેના પર દુષ્કર્મનો આરોપ મુકવામાં આવ્યો છે તે અમીત ખુંટને ઝડપી લેવા પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે. જોકે તે હાલના તબક્કે ભાગી ગયો હોવાનું જાણવા મળે છે. થોડા મહિના પહેલા રીબડામાં માથાકુટ થઇ ત્યારે અમીત તેમાં ફરિયાદી હોવાની વાત પણ પોલીસને મળી છે. આ આખી ઘટના સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીએ પણ પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી