સુરતમાં સોશિયલ મીડિયા પર ગુનાખોરીનું ગૌરવગાન
ફેમસ થવાના સપના જોનારા તત્વો માટે પોલીસે કડક સંદેશ આપ્યો
કુખ્યાત ડ્રગ માફિયા શિવા ઝાલાને એસઓજીએ ફરી સકંજામાં લીધો
સુરતમાં સોશિયલ મીડિયા પર ગુનાખોરીનું ગૌરવગાન કરીને ફેમસ થવાના સપના જોનારા તત્વો માટે સુરત પોલીસે કડક સંદેશ આપ્યો છે. કુખ્યાત ડ્રગ માફિયા શિવા ઝાલાને સુરત એસઓજીએ ફરી સકંજામાં લીધો છે. જેલમાંથી બહાર આવી ભાઈગીરી બતાવતી રીલ્સ બનાવનાર શિવા હવે પોલીસની પકડમાં ધ્રૂજી રહ્યો છે.
સુરતમાં સોશિયલ મીડિયા પર ગુનાખોરીને ગ્લેમરાઇઝ કરતી રીલ્સ સામે પોલીસે લાલ આંખ કરી છે. કુખ્યાત ડ્રગ માફિયા શિવા ઝાલા જેલમાંથી બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પોતાને કિંગ બતાવતી અને ભાઈગીરી દર્શાવતી રીલ્સ વાયરલ કરી રહ્યો હતો. પરંતુ સુરત એસઓજીએ ઝડપી કાર્યવાહી કરતાં તેને પોતાના સકંજામાં લઈ લીધો હતો. રીલ્સમાં દમ બતાવતો શિવા પોલીસ સામે પહોંચતા જ ગભરાયેલો જોવા મળ્યો હતો. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સોશિયલ મીડિયા પર ગુનાખોરીનું મહિમામંડન કરનાર કોઈપણ તત્વને બખ્શવામાં નહીં આવે.
