ભાવનગરના ઘોઘામાં પોલીસનો સપાટો,
રૂ. 28.72 લાખનો વિદેશી દારૂ ઝડપાયો.
ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારી સાહેબ ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબ તથા ભાવનગર ગ્રામ્ય વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ધનશ્યામ ગૌતમ સાહેબના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારના ગુનાઓ શોધી કાઢવા વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઘોઘા પી આઈ એમ.એ. શેખ સાહેબની આગેવાનીમાં ઘોઘા PSI ચાવડા સાહેબ ઘોઘા ટાઉન બીટ અને સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવીછે
આ કાર્યવાહી દરમિયાન રો-રો ફેરી સેવા મારફતે દરિયાઈ માર્ગે ઘોઘા તરફ લાવવામાં આવતો વિદેશી દારૂ અને બિયરના જથ્થાથી ભરેલો ટ્રક ઘોઘા પોલીસે ઝડપી પાડ્યો પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા ઉપરાંત ટ્રક તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 28 લાખ 72 હજારનો મુદ્દામાલ કબજે કર્યો આ મામલે પોલીસે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઘોઘા રો-રો ફેરી મારફતે લાવવામાં આવતો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં ઘોઘા પોલીસને મોટી સફળતા મળી છે. ઘોઘા પોલીસની આ સફળ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. તેમજ આ સમગ્ર મામલે ઘોઘા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
