સુરતમાં હીરા ઉદ્યોગ ની મંદી વચ્ચે રત્નકલાકારો ની વ્હારે ડાયમંડ વર્કર યુનિયન
વધતા જતા રત્નકલાકારો ના આપઘાત વચ્ચે જાગૃતિ કાર્યક્રમ તેમજ ચોપડા વિતરણ કરાયા,
10 હજાર રત્નકલાકારો ના બાળકો ને એક લાખ ચોપડાનું વિના મૂલ્યે વિતરણ કરાયું
કારમી મંદીમાં સપડાયેલા હિરા ઉદ્યોગમાં રત્નકલાકારોની હાલત કફોડી બની છે ત્યારે હિરા ઉદ્યોગની મંદી વચ્ચે રત્નકલાકારોના બાળકોના ભવિષ્યની ચિંતા કરી ડાયમંડ વર્કર યુનિયન મેદાને આવ્યુ છે અને 10 હજાર જેટલા રત્નકલાકારોના બાળકોને ચોપડાનુ વિતરણ કર્યુ હતું.
સુરતની ઓળખ સમા ડાયમંડ ઉદ્યોગને છેલ્લા કેટલાક વર્ષોથી મંદીનો ગ્રહણ લાગ્યો છે જે હજુ પણ યથાવત છે. તો આ હિરા ઉદ્યોગની મંદીએ સૌથી મોટો માર રત્નકલાકારોને માર્યો હોય તેમ લાગી રહ્યુ છે. હિરા ઉદ્યોગની મંદીએ નોકરીઓ છુટી જતા અનેક રત્નકલાકારોએ આપઘાત પણ કર્યા છે ત્યારે હિરા ઉદ્યોગમાં આવેલી મંદી વચ્ચે બેકાર થયેલા રત્નકલાકારોની વ્હારે ડાયમંડ વર્કર યુનિયન આવ્યુ છે. સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરદાર સ્મૃતિ ભવનમાં નોટ બુક વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં 10 હજાર જેટલા રત્નકલાકારોના બાળકોને એક લાખ ચોપડાનુ વિતરણ કરાયુ હતું. સાથે કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે પણ સહાય કરાઈ હતી. હાલમાં મંદીના માહોલમાં રત્નકલાકારોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય જેથી બાળકોના અભ્યાસ પર તેની અસર ન પડે તે માટે ડાયમંડ વર્કર યુનિયન સતત પ્રયાસ કરી રહ્યુ હોવાનું પણ જણાવાયુ હતું. તો ડાયમંડ વર્કર યુનિયનના આ ચોપડા વિતરણ કાર્યક્રમમાં હિરા ઉદ્યોગકારોએ પોતાનુ યોગદાન આપ્યુ હતું.