સીએમ ભૂપેન્દ્ર પટેલનો વધુ એક હિતલક્ષી નિર્ણય.

Featured Video Play Icon
Spread the love

સીએમ ભૂપેન્દ્ર પટેલનો વધુ એક હિતલક્ષી નિર્ણય.
રાજ્યના વિઝિટિંગ ડોક્ટરોના પગારમાં વધારો.
સરકારે 1200થી લઈને 5800 સુધીનો વધારો આપ્યો.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિઝિટિંગ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. વિઝિટિંગ ડોક્ટરોના પગારમાં રૂપિયા 1200 થી લઈને 5800 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેનો સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો

ગુજરાતમાં રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝિટિંગ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટ ડોકટરોના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારી અને GMERS સંચાલિત મેડિકલ કોલેજોમાં વિઝિટિંગ સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના પ્રતિ દિન વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝિટિંગ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટ ડોકટરોને સી.એમ સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ 3 કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂપિયા 4200 વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડિયાટ્રીશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિ દિન રૂપિયા 3000 અને તે સિવાયના અન્ય નિષ્ણાત ડોક્ટર્સને પ્રતિ દિન રૂપિયા 2000 માનદ વેતન આપવામાં આવતું હતું.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને GMERS સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝિટિંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને 3 કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂપિયા 8,500 અને સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને રૂપિયા 2,700 આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને રોજના લઘુતમ 3 કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂપિયા 8,500 મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *