હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિવાદ

Featured Video Play Icon
Spread the love

હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિવાદ
નાગરિક બેંક બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીને લઈ વિવાદ
ચૂંટણીમાં નિયમોનો ભંગ થતો હોવાને લઈ ઉમેદવારે નોંધાવ્યો વિરોધ

હિંમતનગર નાગરિક બેંકમાં સતત બે ટર્મથી ચૂંટાઇ આવેલ 6 ડિરેક્ટરોએ 10 વર્ષ પૂરા થાય તે અગાઉ કાયદાની છટકબારી શોધવા આપી દીધેલ રાજીનામાનો વિવાદ હવે આરબીઆઇમાં ફરિયાદ સુધી પહોંચ્યો છે. કાયદાના નિષ્ણાંતો બે ટર્મ અને 10 વર્ષના સમયગાળાને પોતાની રીતે મૂલવી રહ્યા છે.

હિંમતનગર નાગરિક બેંકમાં મુદત પૂરી થવા પહેલા ચેરમેન સહિત 6 જણાએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામા આપી દીધા છે. સહકારી સંસ્થાઓમાં લાંબા સમય સુધી અમુક ચોક્કસ લોકોના હાથમાં સત્તા રહે તો એ સંસ્થાના હિતમાં ન રહેતુ હોવાથી કેન્દ્ર સરકારે બે ટર્મ પૂરા કરનાર ડિરેક્ટરો સહકારી સંસ્થામાં ફરીથી ચૂંટાવા માટે ત્રણ વર્ષનો ગાળો હોવો જોઇએ તેવો કાયદો બનાવ્યો હતો. જેને લઇ બે વર્ષ અગાઉ સાબરકાંઠા બેંકમાં યોજાયેલ ચૂંટણીમાં કાયદાની અસર જોવા મળી હતી અને દિગ્ગજોને ચૂંટણી લડવા મળી ન હતી. નાગરિક બેંકમાં પાંચ વર્ષની મુદત પૂરી થવા આવવાની સાથે જે બે ટર્મનો કાયદો નડે તેમ છે તેવા 6 ડિરેક્ટરોએ ટર્મ પૂરી થાય તે પહેલા રાજીનામા આપી દીધા છે અને 10 વર્ષ પૂરા ન કર્યાની છટકબારીનો લાભ લેવા પ્રયાસ કર્યો છે

સમગ્ર મામલે કમલેશભાઇ પટેલે આરબીઆઇ સહિત તમામ સ્તરે ફરિયાદ કરી છે કે નાગરિક બેંકમાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 10-એ (2-એ) મુજબ સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની મુદત મર્યાદાનો અમલ કરાવાય. બે ટર્મનો મતલબ બે ટર્મ જ થાય છે. 10 વર્ષનું ખોટું અર્થઘટન થઇ રહ્યું છે. ભરતી, પગાર, કર્મચારીઓના શૈક્ષણિક લાયકાત, સંસ્થાના મકાનના ભાડાની રકમ વગેરે બાબતોની પણ પારદર્શી તપાસ થવી જરૂરી છે. વર્ષ 2025માં બોમ્બે હાઇકોર્ટે આ મામલે આપેલ ચુકાદો પણ રજૂ કરવામાં આવ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *