સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દારૂની હેરાફેરી રોકવા મેદાને

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દારૂની હેરાફેરી રોકવા મેદાને
ડુમસ વિસ્તારમાં ગોલ્ફ સાઈટ પાસે દારૂ ભરેલુ કન્ટેઈનર
ચોર ખાનામાં દારૂની હેરાફેરી કરનારને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સામા તહેવારે શહેરમાં દારૂની હેરાફેરી રોકવા મેદાને છે ત્યારે ડુમસ વિસ્તારમાં ગોલ્ફ સાઈટ પાસે નહેરવાળા રસ્તા પરથી કન્ટેઈનર ટ્રકની કેબીનમાં બનાવેલ ચોર ખાનામાં દારૂની હેરાફેરી કરનારને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય જેને લઈ સુરત પોલીસ કમિશનર સહિતનાઓ દ્વારા ગેરકાયદે થતી દારૂની હેરાફેરી રોકવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યારે મળેલી બાતમીના આધારે ડુમસ રોડ ગોલ્ફ સાઈડ પાસે નહેરવાળા રસ્તા પરથી કન્ટેઈનર ટ્રેકને આંતરી ઝડતી લેતા ડ્રાઈવર કેબીનમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ડ્રાઈવર ચાંદ સતનારાયણ ભારદ્વાજની ધરપકડ કરી દારૂનો જથ્થો, કન્ટેઈનર ટ્રક સહિત 18 લાખ 25 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *