આંધળું બહેરુ તંત્ર સમસ્યા સાંભળવા તૈયાર ન થતા કામ શરૂ
મહંતએ જાતે સમસ્યાનો ઉપાય કરવાનો નિર્ણય કર્યો
રૂપિયા 45,000 થી વધુની રકમ ખર્ચીને ડ્રેનેજ લાઈનનું કામ શરૂ
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ પુરાતનિ શિવાલય બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા ચાર માસ કરતા વધુ સમયથી ડ્રેનેજ નો પેચીદો પ્રશ્ન અકબંધ હોય વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા મંદિરના મહંત દ્વારા પોતાના ખર્ચે સમસ્યા ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો છે અને રૂપિયા 45,000 ની રકમ ખર્ચીને મજૂરો બોલાવી ભૂગર્ભ ડ્રેનેજ લાઈન સમારકામ નું કામ હાથ ધર્યું છે.
પાનવાડી સ્ટીક બિલેશ્વર મહાદેવ મંદિરના મહંત તથા જાગૃત નાગરિકો અને શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરના પરિસર અને મંદિરના પ્રવેશવાના માર્ગ ઉપર વ્યાપક પ્રમાણમાં ભૂગર્ભ ડ્રેનેજના પાણી અવિરતપણે વહેતા હોય આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે છેલ્લા ચાર માસ થી મહંત તથા અન્ય લોકો અને શ્રદ્ધાળુઓ સરકારી કચેરીઓના ચક્કર કાપી રહ્યા છે દરરોજ 1500 થી વધુ શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને વાર તહેવાર તથા શ્રાવણીયા સોમવારના દિવસે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થતો હોય અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓને ઉભરાતી ગટરોના કારણે પારાવાર સમસ્યાઓ સાથે મુશ્કેલીઓ વેઠવી પડી રહી હોય ત્યારે મહાનગરપાલિકાથી લઈને કલેકટર કચેરી સુધી વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા ઉપરાંત જ્યારે પણ જવાબદાર અધિકારીઓ સ્થળ વિઝીટ કરે ત્યારે તેમને પણ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાઓનો કોઈ ઉકેલ ન આવતા. આજરોજ મંદિરના મહાન દ્વારા કોઈની પણ અપેક્ષા રાખ્યા વિના પોતાના ખર્ચે ડ્રેનેજ લાઈન રીપેરીંગનું કામ મજૂરોને બોલાવીને શરૂ કરાવ્યું છે.
આ અંગે માહિતી આપતા મહંત એ જણાવ્યું હતું કે આ રીપેરીંગ પાછળ અંદાજે 45,000 થી વધુની રકમનો ખર્ચ થવાની સંભાવના છે અને હાલમાં પાઇપ સહિતની સામગ્રીઓ મજૂરોને લાવી આપી તેને જ લાઈનનું ખોદાણ કરાવી સમસ્યા ઉકેલ લાવવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે ત્યારે હિન્દુત્વના નામે મત મેળવતા અને સનાતન ધર્મના નામે ગુલબાંગ પોંકારતા નેતાઓ સનાતનના સ્થાપત્યો ના રક્ષણ તથા જાળવણી માટે શા માટે પોતાની જવાબદારીઓથી છટકી રહ્યા છે એવા વેધક સવાલો મંદિરના મહત્વ દ્વારા કરવામાં આવ્યા છે..
