સ્માર્ટ સુરતનું સ્માર્ટ બસ સ્ટેશન તૈયાર કરાયુ
એસએમસી દ્વારા 1.60 કરોડના ખર્ચે સોલર સંચાલિત બસ ડેપો તૈયાર
સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ
સ્માર્ટ સુરતનું સ્માર્ટ બસ સ્ટેશન તૈયાર કરાયુ છે. એસએમસી દ્વારા અલથાણમાં 1.60 કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર કરાયુ છે. તો સોલાર સિટી સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ છે.
સ્વચ્છ સિટી, સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન સુરતનું નવું નજરાણું બનશે. 100 કિલો વોટ ક્ષમતાનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે. દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છે. ત્યારે સુરત મહાનગર પાલિકા અને જર્મન સંસ્થા જી.આઈ.જી. એટલે કે ડોયચે ગેસેલસાફ્ટ ફર ઈન્ટરનેશનલ જુસામેન રબીટ ના સહયોગથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24 કલાક ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે વાઈફાઈ અને લાઈટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. આ વિષે વધુ વિગત આપતા લાઇટ એન્ડ એનર્જી એફિસેસિસ સેલના કાર્યપાલક ઈજનેર પ્રકાશભાઇ પંડ્યાએ વધું માહિતી આપી હતી