સુરત : તાપી નદીને 1300 મીટર લાંબી ચૂંદડી અર્પણ, ડ્રોન નજારો
સુરત શહેરના ઓવારાઓ પર તાપી જન્મોત્સવની ઉજવણી,
પૂજા-અર્ચના સાથે આસ્થાનો માહોલ
સુર્ય પુત્રી તાપી માતાના જન્મદિનની સુરતમાં અનેક જગ્યાએ ઉજવણી કરાઈ હતી ત્યારે સુરત મનપા દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નાવડી ઓવારા પર તાપી જન્મોત્સવ ઉજવાયો હતો. જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
સુર્ય પુત્રી તાપી નદીના જન્મોત્સવની દર વર્ષે હર્ષોલ્લાસ સાથે સુરતીઓ ઉજવણી કરે છે. તાપી નદીના ઓવારાઓ પર વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાય છે. ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા અષાડ સુદ સાતમ સુર્ય પુત્રી તાપી નદીના જન્મ દિવસની ઉજવણી કરાઈ હતી. બુધવારે સાંજે નાનપુરા ખાતે આવેલ જુની કોર્ટ બિલ્ડીંગ સામે નાવડી ઓવારા પર પાલિકા દ્વારા મંગલ દીપ પ્રગટાવ્યા બાદ આરાધના કરાઈ હતી. તો આ કાર્યક્રમમાં સુરત ભાજપના છોટુભાઈ પાટીલ, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ, કોર્પોરેટરો, ધારાસભ્ય સંદીપ દેસાઈ, સાંસદો સહિત અનેક પદાધિકારીઓ, અધિકારીઓ અને શહેરીજનો હાજર રહ્યા હતાં. અને તાપી માપાની આરતીનો લાભ લીધો હતો.