સુરતમાં પાલિકાના પેટ રજીસ્ટ્રેશન નિયમનો ભારે વિરોધ
એકથી વધુ ડોગ ન રાખી શકાય’ નિયમ મુખ્ય મુદ્દો
સુરત મહાનગર પાલિકા દ્વારા ડોગ્સ ઓનર માટે બનાવાયેલા નવા કાયદાને લઈ ડોગ્સ ઓનર એન્ડ વેલ્ફેર કમીટી સુરત દ્વારા સુરત કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી.
સુરત કલેકટરાલયે પહોંચેલા ડોગ્સ ઓનર એન્ડ વેલ્ફેર કમીટી સુરત દ્વારા રજુઆત કરાઈ હતી કે સુરત મહાનગર પાલિકા દ્વારા હાલમાં ડોગ્સ રાખનારા માલિકો માટે નવો કાયદો બનાવાયો છે. જેમાં સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કુતરા કર લેવા અને પાળવા તથા રાખવા બાબતોએ કુતરા માલિકે પાડોશી, સોસાયટી પ્રમુખ સહિત 10 લોકોની સમહતી રજુ કરવા જણાવાયુ છે જેને લઈ ડોગ્સ ઓનર એન્ડ વેલ્ફેર કમીટી સુરત દ્વારા વિરોધ કરાયો હતો સાંભળો શુ કહી રહ્યા છે ડોગ્સ ઓનર કમિટિના સભ્યો.