અરવલ્લીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ ઉમેવદાર પર હુમલો
મતદાન શરૂ થતા પહેલા 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો
-ઉમેદવારની કાર ઉપર પથ્થરમારો કરી કારને આંતરી કાચ તોડી નાખ્યા
વણીયાદ ગામમાં સરપંચ ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઈજાઓ
અરવલ્લીના વણીયાદમાં સરપંચ ઉમેદવાર પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે જેમાં પ્રચાર દરમિયાન ઉમેદવારની કાર આંતરી 12 જેટલા લોકોએ હુમલો કરતા સરપંચ ઉમેદવાર સૌરભ ત્રિવેદીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, હુમલામાં પથ્થરમારો કરી કારના કાચ તોડી નાખ્યા છે
અરવલ્લીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ ઉમેદવાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે, મોડાસાના વણીયાદ ગામની ચૂંટણીમાં પ્રચાર માટે જતા હતા અને તે દરમિયાન આજે વહેલી સવારે 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો છે, હુમલા દરમિયાન ઉમેદવારની કાર આંતરી કાર ઉપર પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યા છે, આ હુમલાં ઉમેદવાર સૌરભ ત્રિવેદી ઈજાગ્રસ્ત થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખાતે લવાયા છે, ઘટના અંગે ટીંટોઇ પોલીસને જાણ કરાઇ છે.
અરવલ્લીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ ઉમેદવાર ઉપર હુમલો થતા પોલીસ દોડતી થઇ છે, 12 જેટલા લોકોએ હુમલો કરતા સરપંચ ઉમેદવાર સૌરભ ત્રિવેદીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેને પગલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી