બનાસકાંઠા અમીરગઢ, ઈકબાલગઢ પંથકમાં ભારે પવન સાથે વરસાદ.

Featured Video Play Icon
Spread the love

બનાસકાંઠા અમીરગઢ, ઈકબાલગઢ પંથકમાં ભારે પવન સાથે વરસાદ.
ઝાંઝરવા, ઢોલીયા, આંબાપાણી, ગોળીયા ડેરી સહીતના વિસ્તારમાં વરસાદ.
ઈકબાલગઢ એપીએમસીમાં ઢીંચણસમા પાણી ભરાતા વેપારીઓ પરેશાન

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લાના અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં ગઈરાત્રે પંથકમાં ભારે પવન સાથે વરસાદ આવતા ઈકબાલગઢ એપીએમસીમાં ઢીંચણસમા પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે વરસાદની અસર ઈકબાલગઢ ઉપરાંત ઝાંઝરવા, ઢોલીયા, આંબાપાણી અને ગોળીયા ડેરી સહિતના વિસ્તારોમાં જોવા મળી છે. આ વરસાદી ઝાપટાંથી વિસ્તારના લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. વિભાગે આગામી સમયમાં પણ વરસાદની આગાહી કરી છે. ભારે પવન સાથે વરસાદ આવતા ઈકબાલગઢ APMC માં ઢીંચણસમા પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી બનસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *