રાજકોટ જસદણ અને વિંછીયાની ગ્રામ પંચાયતની ચૂંટણી.

Featured Video Play Icon
Spread the love

રાજકોટ જસદણ અને વિંછીયાની ગ્રામ પંચાયતની ચૂંટણી.
જસદણમાં દિવ્યાંગ સાધુ મહારાજે કર્યું મતદાન.
ચૂંટણી શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીતંત્રના પ્રયાસો

 

રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન યોજાયું છે. ગ્રામ પંચાયતોની આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા માટે ચૂંટણી તંત્ર સજજ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીતંત્રએ તમામ પ્રયાસો હાથ ધર્યા છે.

રાજકોટ જિલ્લામાં અગાઉ ગ્રામ પંચાયતોના 20 સરપંચોની અને 271 સદસ્યોની બેઠકો બિનહરીફ છે. હવે 48 પંચાયતોની સામાન્ય અને 22 પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. જેમાં 2.18 લાખ જેટલા મતદારો બેલેટ પેપરથી મતદાન કરનાર બેલેટ પેપરોની પ્રિન્ટીંગ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીમાં 700 થી વધુ કર્મચારીઓને ચૂંટણી ફરજ માટેના ઓર્ડરો અગાઉ કરી દેવામાં આવ્યા હતાં. આ કર્મચારીઓ ઉઘડતી કચેરીએ જ ચૂંટણી ફરજ માટે ગ્રામ વિસ્તારોમાં રવાના થઈ મતદાન મથકોનો કબ્જો સંભાળી લીધો છે, ત્યારે આજે મતદારોએ મતદાનનો ઉપયોગ કરતા મતદાન મથકે ઉત્સાહભેર પહોંચ્યા હતા અને મતદાન કર્યું છે. ચૂંટણીમાં મતદાનનો સમય સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. જેમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ઉમેદવારોએ બેઠકો કબ્જે કરવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે.

રાજકોટ જિલ્લાની ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી માટે 84 બિલ્ડીંગોમાં 144 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 60 જેટલા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. આ સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લામાં 48 પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ઉપલેટાની – 3, ધોરાજીની – 1 ગોંડલની – 6, પડધરીની – 1, જેતપુરની – 3, વિછીંયાની – 14, જસદણની – 15, જામકંડોરણાની – 2 અને રાજકોટ તાલુકાની – 3 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જિલ્લામાં અન્ય 22 પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *