સુરત : યૂથ કોંગ્રેસ તેમજ અસરગ્રસ્તોનો પાલિકા પર હલ્લાબોલ
અસરગ્રસ્તોને વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો
કોંગ્રેસના પુર્વ કોર્પોરેટરો, પ્રમુખો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા
સુરત મહાનગર પાલિકાના ભ્રષ્ટ શાશકો અને અધિકારીઓના ભ્રષ્ટાચારને લઈ પહેલા વરસાદે જ ખાડી પુર જેવી આફત આવી હોય જેને લઈ શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી અસરગ્રસ્તોને વળતર આપવાની માંગ સાથે સુરત શહેર કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી.
સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત મહાનગર પાલિકા ખાતે મોટી સંખ્યામાં પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં પહોંચી વિરોધ કરાયો હતો. અને જણાવાયુ હતું કે સુરત મહાનગર પાલિકાના ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ભષ્ટ્રાચાર ના કારણે પહેલા વરસાદના પાણીથી સુરત શહેરના ખાડી માનવસર્જિત ખાડી પૂર ના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી ભરાયા હતા જેને લઈ લોકોને ભારે ભોગવવી પડી હતી. જેથી લોકોને થયેલા નુકસાની વળતરની માંગણી માટે જન આંદોલન સ્વરૂપે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સાથે રાખીને સુરત મહાનગર પાલિકા ના કમિશનરને આવેદનપત્ર અપાયો હતો. આ આવેદન પત્ર આપવાના કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા સહિત કોંગ્રેસના પુર્વ કોર્પોરેટરો, તમામ વોર્ડના પ્રમુખો, ફ્રન્ટલ અને તમામ સેલના આગેવાનો અને કાર્યકર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. અને વિરોધ કર્યો હતો.