સુરતના કાપોદ્રામાં મિત્રની જ ઓફિસમાંથી લાખોના હિરાની ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરતના કાપોદ્રામાં મિત્રની જ ઓફિસમાંથી લાખોના હિરાની ચોરી
રોકડની ચોરી કરી ભાગી છુટેલા મિત્રને પોલીસે ઝડપી પાડ્યો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિત્રની જ ઓફિસમાંથી લાખોના હિરા અને રોકડની ચોરી કરી ભાગી છુટેલા મિત્રને પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિત્રએ મિત્રનો ઓફિસમાં ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે. કાપોદ્રા શ્રીજી નગરમાં દિનેશ સાવલિયા હિરા કાટીની ઓફિસ ધરાવે છે. જ્યાંથી 10 લાખના હિરા અને દોઢ લાખની રોકડની ચોરી થઈ હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે આસપાસના સીસીટીવીમાં કોઈ દેખાયુ ન હોય જેથી પોલીસે ફરિયાદીની ઉલટ પુછપરછ કરી હતી જેમાં ફરિયાદી દિનેશ સાવલીયાએ મિત્રને ઓફીસની ચાવી આપી હોવાનુ જણાવતા પોલીસે દિનેશ સાવલીયાના મિત્ર વિપુલ ડામોરની અટકાયત કરી પુછપરછ કરતા તેણે જ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે 10 લાખના હિરા રિકવર કર્યા હતા હાલ તો કાપોદ્રા પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *