સુરતમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલ
ડીજીવીસીએલ અને પાવર હાઉસ વચ્ચે ઝુપડામાં ચાલતા દારૂના અડ્ડા
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડયા
સુરતમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાલ આંખ કરી હોય તેમ ઉત્રાણ પોલીસ મથકની હદમાં ડીજીવીસીએલ અને પાવર હાઉસ વચ્ચે ઝુપડામાં ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સહિત વાહનો મળી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરતના ઉત્રાણ ડીજીવીસીએલ અને પાવર હાઉસ વચ્ચે આવેલા જાહેર રોડ પર પ્લાસ્ટિકની તાડપત્રીવાળી ઝૂંપડી બનાવી વિદેશી દારૂનો અડ્ડો ચલાવતા બુટલેગરોના નેટવર્ક પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતાં. એસએમસીની આ કાર્યવાહીમાં સ્થળ પરથી 4.54 લાખની કિંમતની 1,322 વિદેશી દારૂની બોટલો, હોન્ડા સિટી અને ઈનોવા કાર, 2 મોબાઈલ તથા રોકડ રકમ મળીને કુલ 19,94,158નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તો સ્થળ પરથી દીપકકુમાર દીક્ષિત અને અમન પટેલની ધરપકડ કરાઈ હતી. જ્યારે મુકેશ સેંદાણે નામનો બુટલેગર ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.
