સુરતના કતારગામની હરિઓમ સોસાયટીમાં રહેણાક મકાનમાં આગ
મકાનમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ
આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડ
સુરતમાં રોજેરોજ આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી હરિઓમ સોસાયટીના રહેણાક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરતમાં ઘણા સમયથી આગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આગની ઘટનાથી દોડધામ મચી હતી. હરિઓમ સોસાયટીમાં રહેણાક વિસ્તારમાં અચાનક આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ અંગે ફાયર વિભાગને કોલ મળતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની વિગતો હજુ સામે આવી નથી.
