વલસાડના ઉમરગામથી આદિવાસી ન્યાય યાત્રાનો પ્રારંભ

Featured Video Play Icon
Spread the love

વલસાડના ઉમરગામથી આદિવાસી ન્યાય યાત્રાનો પ્રારંભ
વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ યાત્રા ચીખલી પહોંચી
આગામી 4 તારીખે યાત્રા ગાંધીનગર પહોંચશે
આદિવાસી સમાજના ન્યાયના મુદ્દાઓને લઈ યાત્રાનું આયોજન

વલસાડના ઉમરગામથી નીકળેલી આદિવાસી ન્યાય યાત્રા નવસારીના ચીખલી પહોંચી, ૪ તારીખે ગાંધીનગર પહોંચશે

વલસાડના ઉમરગામથી શરૂ થઈને અંબાજી સુધી જનારી આદિવાસી ન્યાય યાત્રા આજે પોતાના પ્રવાસના બીજા દિવસે નવસારીના ચીખલી ખાતે આવી પહોંચી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં હોવાથી, તેમને ન્યાય અપાવવાની માંગ સાથે આ યાત્રા યોજવામાં આવી રહી છે.આ આદિવાસી ન્યાય યાત્રાનું નેતૃત્વ ચૈતર વસાવાની બંને પત્નીઓ કરી રહી છે. ચીખલી ખાતે આવી પહોંચેલી આ યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સહિત પક્ષના અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.યાત્રા દરમિયાન આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ ન્યાય યાત્રા આગામી ૪ તારીખે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પહોંચશે. ગાંધીનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં વધુમાં વધુ લોકોને જોડાયા આહ્વાન અને અપીલ પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *