સુરતના વેસુમાં કારની અડફેટે અઢી વર્ષના માસૂમ આર્યનનું મોત

Featured Video Play Icon
Spread the love

સુરતના વેસુમાં કારની અડફેટે અઢી વર્ષના માસૂમ આર્યનનું મોત
વેસુમાં હૃદયદ્રાવક અકસ્માત, રમતા બાળક પર કાર ફરી વળી
અકસ્માત બાદ મહિલા કારચાલકને લોકોએ પકડી પોલીસને સોંપી

સુરતના વેસુ વિસ્તારમાં હૃદયદ્રાવક અકસ્માતમાં અઢી વર્ષના માસૂમ આર્યનનું મોત નિપજ્યુ હતું. શ્રમિક પરિવારનો બાળક રમતો હતો તે દરમિયાન મહિલા કાર ચાલકની કારની અડફેટે આવ્યા બાળકનુ મોત નિપજ્યુ હતું. તો અકસ્માત બાદ લોકોએ મહિલા કાર ચાલકને પકડી પોલીસને સોંપી હતી.

સુરતમાં ફરી એક રફતારની રાક્ષસ મહિલાએ એક પરિવારના માસુમ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વાત એમ છે કે વેસુ વિસ્તારમાં શ્રમજીવી પરિવારનો અઢી વર્ષનો માસુમ બાળકો આર્યન રમતો હતો તે દરમિયાન મહિલા કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી કારની અડફેટે માસુમને લઈ લીધો હતો. અને કારનું ટાયર બાળક પર ફરી વળતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં તબીબોએ માસુમ આર્યનને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં મહિલા કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો જો કે સ્થાનિક લોકોએ તેને પકડી પાડી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો અને ન્યાયની માંગ કરાઈ હતી. તો બનાવને લઈ વેસુ પોલીસે સ્થળે દોડી જઈ મહિલા કાર ચાલક સામે ગુનો નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *