સુરતના ડુમસ રોડ પર ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન
બ્રહ્મભટ્ટ સમાજના ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
બૃહદ સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજ અને નારી શક્તિ દ્વારા ગરબા મહોત્સવ યોજાયો
સુરતના ડુમસ રોડ પર આવેલા શગુન ફાર્મ ખાતે બૃહદ સુરત યુવા બ્રહમભટ્ટ સમાજ અને બ્રહ્મભટ્ટ સાજ નારી શક્તિ દ્વારા ગરબા મહોત્સવનુ આયોજન કરાયુ હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતાં.
સુરતમાં નવરાત્રીનુ હાલમાં જ સમાપન થયુ છે. ત્યારે સુરતના ડુમસ રોડ પર આવેલ કુવાડા પોલીસ ચોકીની બાજુમાં શગુન ફાર્મ ખાતે બૃહદ સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજ અને બ્રહ્મભટ્ટ સમાજ નારી શક્તિ દ્વારા ગરબા મહોત્સવનુ આયોજન કરાયુ હતું. શનિવાર 24 ઓક્ટોબરના રોજ યોજાયેલા કાર્યક્રમમાં સાંજે મહાઆરતી બાદ સ્વરૂચી ભોજન લેવાયુ હતુ અને ત્યારબાદ ગરબાનુ આયોજન કરાયુ હતું આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતાં. જે અંગે વધુ માહિતી મીડિયાને આપી હતી.
