માંડવી શ્રી રામ એન્ટરપ્રાઇઝ ફિઝિયોથેરાપી અને આયોજકોના સહયોગ થકી કેમ્પ
ભાર્ગવ સમાજની વાડી ખાતે 9 દિવસ સુધી ચાલશે
નગર તથા તાલુકાની જનતાએ લાભ લેવા વિનંતી
માંડવી ભાર્ગવ સમાજની વાડી ખાતે શ્રી રામ એન્ટરપ્રાઇઝ ફિઝિયોથેરાપી અને આયોજકોના સહયોગ થકી મંત્રી કુવરજીભાઈ હળપતિના અધ્યક્ષતામાં કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમ ભાર્ગવ સમાજ ની વાડી ખાતે 9 દિવસ સુધી ચાલશે તો નગર તથા તાલુકા ની જનતાએ લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન મઢી સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટુ કરી સૌ મહાનુભવોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે શ્રી રામ એન્ટરપ્રાઇઝ ફિઝિયોથેરાપી વિભાગના મનોજ પટેલ દ્વારા ફિઝિયોથેરાપી અંગેની માહિતી પૂરી પાડી જેનાથી થતા ફાયદાની જાણકારી આપી હતી . કાર્યક્રમના અધ્યક્ષ આદિજાતિ વિભાગના મંત્રી કુંવરજી હળપતિદ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પહેલું સુખ તે જાતે નર્યા, આપણી આળસના કારણે અનેક રોગો ઉદ્ભવે છે સવારના ઊઠીને કસરત કરતા નથી ચાલતા નથી જેથી અનેક પ્રકારના શરીરમાં રોગો ઉદ્ભવે છે જેથી આપણે દરરોજ ચારથી પાંચ કિલોમીટર ચાલવું જોઈએ અને વધુ ન ચલાય તો ઓછામાં ઓછું ત્રણ કિમી ચાલવું જોઈએ. જેથી આપણા હાથ પગ સારા અને સ્વસ્થ રહે. આ પ્રસંગે મઢી સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટુ રબારી, ડોક્ટર વાસુદેવ જોખાકર, પાલિકા પ્રમુખ નિમેષ શાહ, તત્કાલીન નગર ભાજપ પ્રમુખ નીતિન શુક્લ, તેમજ મહામંત્રીઓ વિજય પટેલ, શાલીન શાહ સંગઠનના હોદ્દેદારો પાલિકાના સભ્યો ફિઝિયો થેરાપી લેનાર લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો..
