સુરતમાં મોટર સાઈકલ પર ગાંજાની હેરાફેરી કરનાર બે ઝડપાયા
ડિંડોલી પોલીસે આરોપીઓ પાસેથી લાખોની મત્તા કબ્જે કરી
સુરતની ડિંડોલી પોલીસ મધુરમ સર્કલથી દિપદર્શન સ્કુલ જતા રોડ પરથી મોટર સાઈકલ પર ગાંજાની હેરાફેરી કરનાર બેને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભયાન પોલીસ ચલાવી રહી છે ત્યારે ડિંડોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ડિંડલી મધુરમ સર્કલથી દિપદર્શન સ્કુલ જતા ર્સતા પર માધવ ક્રિષ્ટા બિલ્ડીંગથી જનતા આઈસ્ક્રીમ જતા રોડ પરથી પસાર થઈ રહેલા જનક ચીમન પટેલ અને પવન ભીમરાજ પાટીલને ઝડપી પાડી તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ગાંજાનો જથ્થો, બે મોટર સઈકલ, મોબાઈલ સહિત 8 લાખ 2 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
