સુરતમાં વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
એલસીબી શાખા ઝોન એકની ટીમે આરોપી સાથે મુદ્દામાલ પકડી પાડ્યો
સિંગણપોર ડભોલી પોલીસ મથકમાં ત્રણ વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીઓને મુદ્દામાલ સાથે એલસીબી શાખા ઝોન એકની ટીમે ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને નાયબ પોલીસ કમિશનર ઝોન વન આલોક કુમાર દ્વારા અપાયેલી સુચના અને માર્ગદર્શન હેઠલ એલસીબી શાખા વનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. હરીસિંહ તથા આનંદકુમારને મળેલી બાતમીના આધારે વરાછા સરદાર પોલીસ ચોકી પાસેથી ચોરીની બાઈક વેંચવા જતા મુળ અમરેલીનો અને હાલ કતારગામ ખાતે રહેતા જયરાજ દિનેશ હરસોરા તથા એક બાળ કિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલી બાઈક કબ્જે લઈ પુછપરછ કરતા સિંગણપોર ડભોલી પોલીસ મથકના ત્રણ વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.
