સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી ટ્રેન દોડશે
ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળશે
સસ્તુ ભાડું-સુવિધા હાઇફાઇ એટલે ગુજરાતની પહેલી અમૃત ભારત ટ્રેન
160ની સ્પીડે દોડતી ટ્રેનનો 5 રાજ્યના આ સ્ટેશને સ્ટોપેજ,
પીએમએ લીલી ઝંડી આપી, બે માસ પછી ડેઈલી શરૂ થશે
ગુજરાતની પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી દોડશે જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈ ટ્રેનને લીલીઝંડી આપી હતી તો ઉધના રેલ્વે સ્ટેશને રેલ્વે મંત્રી હાજર રહ્યા હતાં.
ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે, જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. 27 સપ્ટેમ્બર એટલે કે આજે શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે હાજર રહ્યા હતાં. આ ટ્રેનમાં સીસીટીવી, ચાર્જિંગ પોઇન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવેલી છે. આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તોપણ ટ્રેન ચાલુ નહીં થાય એ પ્રકારની તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
