મહિલાએ સાગરીતો સાથે મળી માર મારી બ્લેક મેલ કરી રૂપિયા પડાવ્યા
રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી
યુવાને સચીન જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સુરતના સચીન જીઆઈડી વિસ્તારમાં એક ઈસમને મહિલાએ સાગરીતો સાથે મળી માર મારી બ્લેક મેલ કરી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરત શહેરના ઝોન છ ડી ડિવિઝનમાં આવેલ સચીન જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં એક મહિલાએ તેના ચાર સાગરીતો સાથે મળી એક યુવાનને લાકડાના ફટકાથી માર મારી ડરાવી ધમકાવી તેનો વિડીયો બનાવી બ્લેક મેલ કરી ત્રણ હજાર રૂપિયા પડાવી લઈ 1500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. અને ત્યારબાદ ફરી રૂપિયાની માંગણી કરાતા યુવાન દ્વારાસ ચીન જીઆઈડીસી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા સચીન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી મહિલા અને તેના ચાર સાગરીતો મળી પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
