સુરત વરાછામાં પત્નીને ભગાડવા મામલે હિંસક સ્વરૂપ

Featured Video Play Icon
Spread the love

સુરત વરાછામાં પત્નીને ભગાડવા મામલે હિંસક સ્વરૂપ
બે પરિવારો વચ્ચે ચાલી રહેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું
પોલીસે હુમલાખોર પિતા-પુત્રની ધરપકડ કરી

સુરતના વરાછા વિસ્તારમાં પત્નીને ભગાડવા મામલે બે પરિવારો વચ્ચે ચાલી રહેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં ચપ્પુથી હુમલો કરાયો હોય આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ કરી હતી.

સુરતના વરાછા વિસ્તારમાં પત્નીને ભગાડવામાં સાળીની સંડોવણી હોવાની આશંકાને લઈને બે પરિવારો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ઉછીના લીધેલા રૂપિયા પરત આપવાના બહાને દિનેશ સોંડાગર અને તેના દીકરા વિપુલને બોલાવવામાં આવ્યા હતા. બંને રૂપિયા લેવા માટે પહોંચ્યા ત્યારે અગાઉથી ઘાતમાં રહેલા આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. આરોપી જગદીશ યાદવ અને તેના પુત્રએ દિનેશ સોંડાગર અને વિપુલ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં બંને ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે હુમલાખોર પિતા-પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *