નાંદોદ તાલુકાના ભદામ ગામે ડોક્ટરને મળી ધમકી
આરોપીએ પત્રકાર તરીકે ઓળખ આપી રૂપિયા પડાવ્યા
રાજપીપળા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ
રાજપીપળા નાંદોદ તાલુકાના ભદામ ગામમાં દવાખાનું ચલાવતા એક ડોક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી ધમકી આપી 2.30 લાખ રૂપિયા પડાવનાર ડભોઇના બે તોડબાજ વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થતાં પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
રાજપીપળા નાંદોદ તાલુકાના ભદામ ગામમાં કંપાઉન્ડરે તબીબની ગેરહાજરીમાં દર્દીને દવા આપી તે ઘટનાનું બંને આરોપીઓએ શુટિંગ કરી લીધું હતું. ભદામ ગામમાં રહેતાં જયેશ પટેલએ આપેલી ફરિયાદ મુજબ તેઓ નિલકંઠ દવાખાનામાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટર વિષ્ણુકાંત કંસારા સાથે મદદનીશ તરીકે કામ કરે છે. 9 એપ્રિલના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યાના અરસામા ડૉક્ટરની ગેરહાજરીમાં અબુ મુલ્લા તથા ખાલીદ શેખ તથા અન્ય એક ઇસમ મળી આશરે 15 વર્ષના છોકરાને દર્દી તરીકે લઇને આવ્યાં હતાં. તેમણે બાળકને ખંજવાળ થતી હોવાનું જણાવ્યું હતું. કંપાઉન્ડર જયેશે તબીબની સલાહ બાદ ટેબ્લેટ આપી હતી. આખી ઘટનાનું બંને શખસોએ વિડિયો શુટિંગ કરી લીધું હતું. બાદમાં તેમણે સ્ટીંગ ઓપરેશનથી બદનામ કરી દવાખાનુ બંધ કરાવી દેવાની તથા જેલમાં પુરાવી દેવાની ધમકી આપી હતી. બંનેએ કંપાઉન્ડર જયેશ પટેલ તથા તેના પરીવાર પાસેથી બળજબરી પુર્વક કુલ રૂ.2.30 લાખ પડાવી લીધાં હતાં. રાજપીપળા ટાઉન પીઆઇ વી.કે.ગઢવી અને તેમની ટીમે ગણતરીના સમયમાં બંને આરોપીને ઝડપી પાડયાં હતાં….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી