સુરતમાં ભાજપ દ્વારા ‘લોકશાહી બચાવો, અરાજકતા હટાવો’ના નારા સાથે પદયાત્રા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભાજપ દ્વારા ‘લોકશાહી બચાવો, અરાજકતા હટાવો’ના નારા સાથે પદયાત્રા
અડાજણના પ્રાઇમ આર્કેડથી પદયાત્રાનો પ્રારંભ
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પદયાત્રામાં જોડાયા

સુરતમાં ભાજપ દ્વારા લોકશાહી બચાવો, અરાજકતા હટાવોના નારા સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અડાજણના પ્રાઇમ આર્કેડથી નીકળેલી આ પદયાત્રામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતાં.

સુરતમાં ભાજપ દ્વારા રાજકીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહી બચાવો, અરાજકતા હટાવોના નારા સાથે અડાજણના પ્રાઇમ આર્કેડથી પદયાત્રા નીકળી હતી. આ પદયાત્રામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ જોડાયા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો પણ પદયાત્રામાં સહભાગી બન્યા હતાં. ભાજપના નેતાઓએ વિરોધ પક્ષ પર દેશમાં ખોટી માહિતી ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. લોકોને હકીકતથી વાકેફ કરવા અને સાચી માહિતી જનતા સુધી પહોંચાડવાના હેતુથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *