સુરત સિવિલ હોસ્પિટલમાં યુવતીનો આપઘાત

Featured Video Play Icon
Spread the love

સુરત સિવિલ હોસ્પિટલમાં યુવતીનો આપઘાત
સ્ટેમસેલ બિલ્ડિંગ સામે 26 વર્ષીય યુવતી વૃક્ષ પર લટકતી મળી,
10 દિવસ પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યાના 10 દિવસ બાદ યુવતિ હોસ્પિટલમાંથી ગુમ થયા બાદ તેની લાશ ઝાડ પરથી મળી આવતા ચકચાર મચી ગઈ છે.

સુરતમાં આકસ્મિક રીતે મોતની ઘટનાઓ વચ્ચે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે અજીબ ઘટના બની હતી. સિવિલમાં કોવિડ બિલ્ડીંગની સામે ઝાડ પર લટકીને 26 વર્ષીય પૂજા કુશવાહ નામની યુવતીએ આપઘાત કર્યો હતો. સુરતના હજીરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 26 વર્ષીય યુવતી ડિલિવરીને લઈને હોસ્પિટલમાં આવી હતી અને રાત્રીના સમયે અચાનક જ યુવતી હોસ્પિટલમાંથી ગુમ થઈ ગઈ હતી જેથી પરિવાર શોધખોળ હાથ ધરી હતી. તો બીજી તરફ આજે સવારે યુવતી હોસ્પિટલ કેમ્પસમાં આવેલ ઝાડ પર લટકતી મળી આવી હતી જેની જાણ થતા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *