એસબીઆઈના ચકચારી લોન કૌભાંડમાં બેંકના ચીફ મેનેજરની સંડોવણી
બેંકના ચીફ મેનેજરની સંડોવણી ખુલતા ચકચાર
હજુ પણ બેંકના કેટલાક કર્મચારીઓની સંડોવણી ખુલવાની આશઁકા
ભાવનગરમાં એ-ડીવિઝન પોલીસે પરપ્રાંતીય ચીફ મેનેજરની ધડપકડ કરી તપાસ વેગવંતી કરી : હજુ પણ બેંકના કેટલાક કર્મચારીઓની સંડોવણી ખુલવાની સંભાવના
તાજેતરમાં ભાવનગર શહેરના નિલમબાગ સ્થિત એસબીઆઇ બેન્કની મુખ્ય શાખામાંથી સરકારી યોજના અંતર્ગત વ્યવસાય માટે લોન મેળવી વ્યવસાય ઉદ્યોગ શરૂ કરવા ને બદલે આ સહાય લોનનો અન્યત્ર ઉપયોગ કરી છેતરપિંડી આચરવાની હકીકત ઉજાગર થવા પામી હતી અને આ કૌભાંડમાં અગાઉ એ ડિવિઝન પોલીસે ચાર મહિલા તથા બે શખ્સો મળી કુલ છ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ અંગે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે સૌ પ્રથમ એ ડિવિઝન પોલીસે ચાર મહિલા સહિત છ વ્યક્તિની ધરપકડ કરી હતી હાલમાં પણ આ અંગે તપાસ શરૂ હોય જેમાં એસબીઆઇ નીલમબાગ શાખાના સિનિયર મેનેજર સંતોષકુમાર ની પણ આ કૌભાંડમાં સંડોવણી ખુલવા પામતા પોલીસે મેનેજરની પણ ધરપકડ કરી છે સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર કેન્દ્ર સરકારની પી.એમ.ઈ.જી.પી યોજના અંતર્ગત મધ્યમ અને ગરીબ વર્ગીય પરિવારો પોતાના ધંધા રોજગાર શરૂ કરી શકે તે માટે નહીવત વ્યાજ દરે કેન્દ્ર સરકારે વિશેષ યોજના લાગુ કરી હોય અને આ યોજના અંતર્ગત રાષ્ટ્રીય કૃત બેંકો માંથી લોન પ્રાપ્ય હોય જેમાં ગત વર્ષોમાં એસબીઆઇ બેન્કના ગ્રાહક એવા ભૂમિ નિખિલ પંડ્યા, કિરણ જીતેન્દ્ર રાઠોડ, જલ્પા પિયુષ શાહ, જાગૃતિ વિવેક લાલવાણી, ભરત સુગનામલ અડવાણી, આ છ વ્યક્તિઓએ ચોક્કસ કાવતરું રચી સરકારી યોજના અંતર્ગત મળતી લોન મેળવી આ યોજના હેઠળ વ્યવસાય ઉદ્યોગ શરૂ કરવાના બદલે તેમને મળેલી લોનના રૂપિયાનો અન્યત્ર જગ્યાએ ખર્ચ કરી બેન્ક અને સરકાર સાથે છેતરપિંડી આચરી હતી.
