સુરતમાં ચીટિંગના ગુનામાં 7વર્ષે થી ફરાર આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ચીટિંગના ગુનામાં 7વર્ષે થી ફરાર આરોપી ઝડપાયો
સાત વર્ષથી ઠગ નીતિન સુરેશચંદ્ર રેવાવાલા ભાગતો ફરતો હતો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉધના શાસ્ત્રી નગર ખાતેથી આરોપીને પકડ્યો

કાપડ માર્કેટમાં વર્ષોથી ઠગાઈના બનાવો બની રહ્યા છે ત્યારે સાત વર્ષથી કાપડ માર્કેટમાં કરોડો રૂપિયાની ચીટીંગના ગુનામાં નાસતા ફરતા રીઢા ઠગને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉધના વિસ્તારમાંથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતની ઓળખ કાપડ ઉદ્યોગમાં કેટલાક લેભાગુ અને ઠગો દ્વારા ઉઠમણાઓ કરાય છે. ત્યારે સાત વર્ષ અગાઉ ઠગ વેપારી નીતિન સુરેશચંદ્ર રેવાવાલા દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ આચરાઈ હતી. આ બનાવને લઈ ક્રાઈમ બ્રાન્ચમાં 21 કરોડ 36 લાખથી વધુ અને પુણા પોલીસ મથકમાં 6 લાખ 29 હજારથી વધુની ચીટીંગની ફરિયાદો નોંધાઈ હતી. જો કે સાત વર્ષથી ઠગ નીતિન સુરેશચંદ્ર રેવાવાલા ભાગતો ફરતો હતો. જે હાલ ઉધના શાસ્ત્રી નગર વિસ્તારમાં હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી ઉધના શાસ્ત્રી નગર ખાતેથી નીતીન સુરેશચંદ્ર રેવાવાલાને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *