સુરતની સરથાણા પોલીસે સરાહનીય કામગીરી કરી

Featured Video Play Icon
Spread the love

સુરતની સરથાણા પોલીસે સરાહનીય કામગીરી કરી
આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલાને પોલીસે ડુબતા બચાવ્યા
પોલીસે મહિલાનું કાઉન્સેલિંગ કરી ઘરે મોકલી

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે હાલ પોલીસ આપઘાત કરવા જનારાઓને બચાવવાની સારી કામગીરી કરી રહી છે. ત્યારેસ રથાણા પોલીસે આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલાને પાણીમાંથી ડુબતા બચાવી સરાહનીય કામગીરી કરી હતી.

હવે લોકોમાં સહનશક્તિ ઓછી થઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે કારણ કે નજીવી બાબતે પણ લોકો આપઘાત જેવા ગંભીર પગલા ભરી રહ્યા છે. જો કે હવે સુરત પોલીસ પણ સતત કામગીરી કરી આવા લોકોને આપઘાત કરતા બચાવે છે. ત્યારે આવી જ એક ઘટનામાં એક મહિલાને સરથાણા પોલીસે બચાવી લીધી હતી. સરથાણા પોલીસે આત્મહત્યા કરવા ગયેલી મહિલાને પાણીમાંથી ડુબતા બચાવી લીધી હતી અને તાત્કાલિક 108ને જાણ કરી હતી. જેને લઈ 108 એમ્બ્યુલન્સ આવી જતા તાત્કાલિક મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી. તો મહિલાને તાત્કાલિક સારવાર મળી જતા તેનુ જીવ બચી ગયુ હતું. તો પોલીસે મહિલાનું કાઉન્સેલિંગ કરી ઘરેમોકલી હતી. જેથી સરથાણા પોલીસની કામગીરીની સૌ કોઈએ સરાહના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *