સુરત સચિન પોલીસ સ્ટેશનની સામે લૂંટનો પ્રયાસ

Featured Video Play Icon
Spread the love

સુરત સચિન પોલીસ સ્ટેશનની સામે લૂંટનો પ્રયાસ
ઘરમાં ઘૂસી પિસ્તોલની અણીએ લૂંટના પ્રયાસનો બન્યો બનાવ
કુરિયર આવ્યું છે તેમ કહી એક યુવક ઘરમાં ઘૂસ્યો હતો,
ઘરના લોકોએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા
લૂંટ કરવા આવેલા શખ્સને લોકોએ પકડી પોલીસને સોંપ્યો,
ઘરના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ

કુરિયર આપવાના બહાને ઘરમાં ઘુસી આવેલા લૂંટારૂએ પિસ્તોલ આકારનું લાઈટર બતાવી પરિવારજનોને બાનમાં લઇને લૂંટનો પ્રયાસ કર્યાનો બનાવ બન્યો છે. લૂંટારુ આ‌વ્યો હોવાની જાણ થતા દોડી આવેલા પડોશીઓએ લૂંટારૂને પકડી લઇ પોલીસને હવાલે કરી દીધો હતો. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.

સચિનગામ નવું ફળિયામાં રહેતા 60 વર્ષિય વરુણસિંહ ઇન્દ્રસિંહ વાંસિયા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તો બપોરે વરૂણસિંહ પત્ની વિરમતીબેન તથા પુત્રવધુ અને કામવાળી ઘરમાં હતા. ત્યારે બપોરે આશરે દોઢ વાગ્યાના અરસામાં તેમના મકાનની ડોરબેલ વાગી હતી. જેથી વિરમતીબેને પુછતા મોઢા પર માસ્ક બાંધેલા શખ્સે કુરિયરમાંથી આવ્યો હોવાનું તથા તેમના દિકરા વિવેકનું પાર્સલ હોવાનું જણાવ્યું હતું. વિરમતીએ દરવાજો ખોલતા જ આ શખ્સ ઘરમાં ઘુસી આવ્યો હતો. લૂંટારૂએ હથિયાર બતાવીને તેમને સોફા પર બેસાડી દીધા હતા. બાદમાં તેણે તુમહારે પાસે જો કુછ રૂપિયા, સોના કે દાગીના માલ હૈ વો નિકાલ કે દે દો. એમ કહ્યું હતું. જેથી વરૂણસિંહે ઇશારો કરતા તેમની પત્ની વિરમતીબેન ઘરેણા લેવા જવાના બહાને બાજુના રૂમમાં ગયા હતા અને પડોસી શૈલેન્દ્રસિંહ અને દિકરા વિવેકને ફોન કરીને જાણ કરી હતી. જેથી પાડોશી શૈલેન્દ્રસિંહ ત્યાં પહોંચી ગયા હતા અને આરોપી સચીન પારડી કણદે ખાતે આવેલ અંબિકાનગરમાં રહેતા વિશાલ સુનિલ દ્વીવેદીને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધી લુંટનો પ્રયાસ કરનારની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *